Not Set/ ગાંધીનગર: કારમાંથી 28 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર ગાંધીનગરના શેરથા પાસે કાર માંથી 28 કિલો ગાંજો ઝડપાયો છે. LCB અને SOGના સફળ ઓપરેશનથી આ ગાંજો પકડાયો છે.. ત્યારે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર દારૂ,ગાંજા અને અન્ય કેફી દ્વવ્યો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે. હાલ પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે FSLમાં મોકલાયો છે. ગાંધીનગર […]

Top Stories Gujarat Trending
dsasdfc 3 ગાંધીનગર: કારમાંથી 28 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર

ગાંધીનગરના શેરથા પાસે કાર માંથી 28 કિલો ગાંજો ઝડપાયો છે. LCB અને SOGના સફળ ઓપરેશનથી આ ગાંજો પકડાયો છે.. ત્યારે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર દારૂ,ગાંજા અને અન્ય કેફી દ્વવ્યો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે.

હાલ પોલીસે ઝડપેલો મુદ્દામાલ પરીક્ષણ અર્થે FSLમાં મોકલાયો છે. ગાંધીનગર પોલીસ આ ઘટનાને પગલે ધરપકડ કરાયેલ 4 આરોપીઓની એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

dsasdfc 2 ગાંધીનગર: કારમાંથી 28 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

આ અંગે મળતી વિગતો પ્રમાણેસ, ગાંધીનગર શેરથા ટોલટેક્સ પરથી પોલીસની ટીમે 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપ્યા હતા. આ ઘટનામાં આરોપીની પુછપરછમાં પોલીસને મોટું નેટવર્ક ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. પોલીસને શંકા છે કે ગાંજાનું કનેક્શન ઓરિસ્સા સુધી પહોંચે તેમ છે.

ત્યારે આ ગાંજા પાછળ કંઇ ગેંગ સક્રિય છે..?કોણ આ સડયંત્રમાં ભાગીદાર છે..? આ સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે…