ગીર સોમનાથ,
ગીર સોમનાથના સોરઠમાં પંદર દિવસની અંદર પાંચમી વખત સ્ટેટ વીજીલન્સ ત્રાટકી દરોડો પાડતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી. સાસણ ગીરના ભાલછેલ ગામે સ્ટેટ વિજિલન્સનો સપાટો બોલાવી દિવાળી પર્વમાં થનાર વિદેશી દારૂની રેલમછેલનો પર્દાફાશ કર્યો.
ભાલછેલ ગામના સરપંચની વાડીમાંથી જ વિદેશી દારૂ ભરેલો ટોરસ ટ્રક ઝડપાયો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાનું અનુમાન લગાવ્યો.
602 પેટી વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે ભાલછેલ ગામના સરપંચ વલ્લભ કડવા પરમારની ધરપકડ કરવામાં આવી હતી. સાસણ ગીર અભયારણ્યની હોટલો અને ફાર્મ હાઉસોમાં વિદેશી દારૂની મહેફિલ જામતી હોવાને સમર્થન આપતો પુરાવો મળ્યો હતો..