રાજ્યની 30 કે તેના કરતા ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું નક્કી કરાયું છે.સમગ્ર રાજ્યમાં અંદાજે આવી એક હજાર જેટલી શાળાઓ છે, જેમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી આ તમામ શાળાઓને નજીકમાં આવેલી અન્ય પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવશે એમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
23 ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગના સેમિનારમાં તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી તેમના જિલ્લાની 30 કે તેના કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સ્કૂલોની માહિતી આપવામાં આવી હતી. એ સિવાય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો હતો.
શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી વિગતો આવી જાય તે બાદ મર્જ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.આ અગાઉ 2016માં અમદાવાદ જિલ્લામાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 24 જેટલી સ્કૂલ મર્જ કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.