છેલ્લા ઘણા દિવસોથી જંગલનાં રાજા કહેવાતા સિંહનો ઘાસ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કહે છે કે, સિંહ કેટલો પણ ભૂખ્યો હોય, તે ઘાસ નથી ખાતો. પણ એવી તે શું મજબૂરી આ સિંહ સામે આવી કે તેને ઘાસ ખાવાની ફરજ પડી. શું તેને પૂરતું માંસ નથી મળતું કે પછી બીજું કોઈ કારણ છે? અથવા આ વીડિયો બનાવટી છે?
ગુજરાતનાં જંગલોમાં માંસાહારી સિંહોને ઘાસ ખાતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જંગલનાં રાજાને શા માટે આ હદ સુધી આવવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સિંહ ચરતો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમે ગાય-ભેંસ, ઘેટા અને બકરીને ઘાસ ચરતા જોયા જ હશે, પરંતુ તમે સિંહને પહેલી વાર આ રીતે ખાતા જોયો હશે.
બુધવારે, ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં જંગલ વિસ્તારનાં સ્તંભનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયોમાં એક સિંહ લીલુ ઘાસ ચાવતો નજરે પડે છે. વીડિયોમાં જંગલનો રાજા ઘાસ ચરતા જોઇ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક લોકોએ જંગલમાં આ વીડિયો શૂટ કર્યો છે. ઘાસ ખાધા પછી થોડી વારમાં જ સિંહ ઉલટી કરતો જોવા મળે છે. આ વીડિયો ક્યારે શૂટ થયો છે તે હજી સ્પષ્ટ નથી થયું.
જોકે, આઈવીઆરઆઈ બરેલીનાં જન્તુ વૈજ્ઞાનિક અભિજિત પાવડે કહે છે કે, સિંહ, વાઘ અથવા ચિત્તાનું ઘાસ ખાવાનું અસામાન્ય વાત નથી. બધી વાઇલ્ડ કેટ જ્યારે પેટ ખરાબ હોય ત્યારે થોડું ઘાસ ખાય છે. ઉલટી દ્વારા કોઈપણ અયોગ્ય ખાદ્યપદાર્થો બહાર કાઠવા માટે તેઓ ઘાસ ખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.