રાજ્યમાં રોજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા સરકારના છબરડાઓ સામે આવી રહ્યા છે. લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડને એક સપ્તાહનો સમય પણ નથી થયો, ત્યાં શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનું પેપર જાહેર રજાના દિવસે ગોઠવાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ,ધો. 12- સામાન્ય પ્રવાહના સંસ્કૃતનું પેપર ધુળેટીના દિવસે ગોઠવવામાં આવ્યું હોય, આ વાત વિદ્યાર્થીઓમાં ચર્ચાના ચગડોળે ચડી છે.
ચર્ચા ઉઠી હતી કે, બોર્ડ દ્વારા આ અંગે નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ શિક્ષણ બોર્ડના ચેરમેને બોર્ડના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહિ કરવામાં આવે એમ જણાવ્યું હતું.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો. 10 અને ધો. 12ની બોર્ડ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.