Not Set/ ના હોય, 959 પરીક્ષાર્થીઓ એક જેવા જ જવાબ લખ્યા,માસ કોપી કેટનો ચોંકાવનારો કિસ્સો

ગાંધીનગર, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ સામુહિક કોપી કેસના કેટલાંક એવા કિસ્સાઓ પકડ્યા છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો.ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં આ કોપીઓ થઇ હતી.આ પરીક્ષામાં 959 વિદ્યાર્થીઓએ સામુહિક રીતે કોપી કરી હતી.જોવાની વાત એ હતી કે આ બધા વિદ્યાર્થીઓએ સવાલોનો એક જેવો જ જવાબ લખ્યો હતો.આ બધાએ કોપી કરીને એક […]

Top Stories Gujarat
rtrt ના હોય, 959 પરીક્ષાર્થીઓ એક જેવા જ જવાબ લખ્યા,માસ કોપી કેટનો ચોંકાવનારો કિસ્સો

ગાંધીનગર,

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ સામુહિક કોપી કેસના કેટલાંક એવા કિસ્સાઓ પકડ્યા છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો.ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં આ કોપીઓ થઇ હતી.આ પરીક્ષામાં 959 વિદ્યાર્થીઓએ સામુહિક રીતે કોપી કરી હતી.જોવાની વાત એ હતી કે આ બધા વિદ્યાર્થીઓએ સવાલોનો એક જેવો જ જવાબ લખ્યો હતો.આ બધાએ કોપી કરીને એક જેવી જ ભુલ કરી હતી.

માસ કોપી કેસનો આ મામલો સામે આવ્યા પછી ગુજરાત બોર્ડે તમામના રીઝલ્ટ રોકી દીધા છે.માસ કોપી કરનારા 959 વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ પણ કરી દીધા છે.બોર્ડના અધિકારીને આ મામલે ફરિયાદો મળ્યા પછી તેમણે કેટલાંક સેન્ટરો પરની ઉત્તરવહી તપાસી હતી.જુનાગઢ,ગીર અને સોમનાથ જીલ્લાઓમાં આ સેન્ટરો હતા.

બોર્ડના અધિકારીઓના કહેવા પ્રમાણે 959 વિદ્યાર્થીઓએ એક સવાલનો એક જેવો જ જવાબ લખ્યો હતો.આ જવાબનો ઉતરતો ક્રમ પણ એક જેવો જ હતો.આ સવાલમાં “દીકરી પરિવારનો ચિરાગ છે…” વિષય પર નિબંધ લખવા જણાવવામાં આવ્યું હતું.આ વિષય પર 200 પરીક્ષાર્થીઓએ એક જેવો જ નિબંધ લખ્યો હતો.

જે વિષયોમાં સામુહિક નકલ થઇ છે તેમાં એકાઉન્ટીંગ,ઇકોનોમિક્સ,અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર સામેલ છે.બોર્ડના સુત્રોના કહેવા પ્રમાણે જે સેન્ટરોમાં આ નકલો થઇ છે તેને કેન્સલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ કેન્દ્રોમાં ગીર સોમનાથનું પ્રાચી પીપળા અને અમરાપુર તથા જુનાગઢનું વિસાનવેલ કેન્દ્રને 12મા ધોરણની પરીક્ષાના સેન્ટર તરીકે રદ કરવામાં આવશે.

બોર્ડના  અધિકારીઓની તપાસમાં કેટલાંક વિદ્યાર્થીઓએ એવું કબુલ કર્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર ખુદ શિક્ષકોએ જ તેમને જવાબો લખાવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.