દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્કુયલેશનની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરામાં મેઘો ફરી ધમાકેદાર રી-એન્ટ્રી કરશે.વલસાડ, અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદ વરસી શકે છે.તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાકમાં પણ વરસાદ વરસી શકે છે.
તો અમદાવાદીઓ હજુ પણ સારા વરસાદની રાહ જોવાની રહશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.