હળવદ,
દારૂડિયાઓ માટે દિલ દેહલાવી નાખે એવા સમચાર છે, કારણ કે હળવદના પોલીસે ૨૦૦૮થી અત્યાર સુધીનો પકળાયેલ ઇંગ્લિશ દારુનો જથ્થો એવી રીતે નાશ કર્યો છે જે જોઇને દારૂડિયાની આંખો ભરાઈ આવે.
પોલીસે મોંઘાભાવની દારૂની બોટલો પર બુલડોઝર ફેરી નાખ્યું, તો કેટલી બોટલોને સળગાવી નાખી.
હળવદના પોલીસે ઇંગ્લિશ દારુનો જથ્થો નાશ કર્યો હતો.
પોલીસે છેક ૨૦૦૮થી અત્યાર સુધીનો પકળાયેલ ઇંગ્લિશ દારુનો જથ્થો એકઠો કર્યો હતો અને ત્યાર બાદ આ જથ્થાને શક્તિનગર ખારી નદીના વિસ્તારમાં જઇ દારુનો જથ્થો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લગભગ રુપીયા એક કરોડ તોતેર લાખના દારુનો જથ્થો નાશ કરવામા આવ્યો હતો. ડી.વાય.એસ.પી..મામલતદાર, નશાબંધી અધિસ્ક, એસ.ડી.એમ. હળવદ, પી.આઇ સહિતના અધીકારીની હાજરીમાલ આ કામગીરી કરવામાં આવી હતી.