અમદાવાદ,
પાસ કન્વીનર હાર્દિક પટેલ ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે હાર્દિક પટેલનો દારૂ ભરેલા ગ્લાસ સાથેનો ફોટો વાઈરલ થતા હાર્દિક માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે .
મહત્વનું છે કે, હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સાથે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી રહ્યો છે. તેના ગણતરીના કલાકોમાં હાર્દિકનો ફોટો વાઈરલ થતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા હાર્દિક પટેલનો અર્ધનગ્ન યુવતી સાથેના વીડિયો વાઈરલ થયા હતા. વિદેશી દારૂનો વિરોધ કરનાર જ વિદેશી દારૂ પિવાનો શોખીન હોવાનું સાબિત કરવા માટે હાર્દિક પટેલનો આવો ફોટો વાયરલ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું છે કે હાર્દિકના એક સમયના સાથી કેતન પટેલ દ્વારા આ ફોટો વાઈરલ કરવામાં આવ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.