મહેસુલી કર્મચારીઓ ની હડતાળ બાદ હવે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ એ સરકાર સામે બાંયો ચઢાવી છે. જેના કારણે રાજ્યમાં આરોગ્ય લક્ષી સેવાઓ ને સીધી અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 10 થી વધુ મંગણીઓના સમર્થનમાં આજ થી આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજથી પગાર, બદલીઓ, અને ફેરણી ભથ્થા સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યની પંચાયત હસ્તકના 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા અંદાજીત 35 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓના અચોક્કસ મુદ્દત ની હડતાળ થી જિલ્લા/તાલુકા કક્ષાએ સીધી અસર વર્તાશે.
આ અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો એ જણાવ્યું હતુ કે સરકાર અમારા 13 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે તો મહાસંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત અચોક્કસ મુદત ની હડતાળ દરમ્યાન રાજ્ય કક્ષા રેલી અને સામુહિક ધરણા કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.
જો કે કર્મચારીઓ ની રેલી નું સ્થળ અને તારીખ પાછળ થી જાહેર કરવામાં આવશે. સાથે સાથે આગામી દિવસોમાં દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસ ના ધરણા તેમજઆશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી આંદોલન જલદ બનાવવાના ભાગરૂપે અચોક્કસ મુદ્દતની હડતાળના મંડાણ કર્યા છે. જો કે આ અગાઉ મહાસંઘ દ્વારા પડતર પ્રશ્રોની માગણીઓ માટે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આરોગ્ય કમિશનર કચેરી દ્વારા કર્મચારીઓને સકારાત્મક પ્રતિભાવ નહીં મળવાના કારણે આ આંદોલન અભી નહીં તો કભી નહીં ના સૂત્ર સાથે અચોક્કસ મુદ્દત ની હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવે છે.
આરોગ્ય કર્મચારીઓ એ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા પડતર પ્રશ્નો અંગે સરકારને વારંવાર રજૂઆતો કરી છે અને સરકારે અમને ખાત્રી પણ આપી હતી જોકે આજે પણ અમારા પ્રશ્નો ઉકેલાયા નથી અને જૈસે થે ની સ્થીતી માં છે.
ત્યારે વણ ઉકેલાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે હવે ઝલક આંદોલન શરૂ કરવાનો નિર્ણય મહાસંઘ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે આરોગ્ય કરવી યોગ્ય ની અચોક્કસ મુદ્દતની શરૂ થયેલી હડતાલ ના કારણે રાજ્યના આરોગ્ય વિભાગમાં અપાતી આરોગ્ય સેવાઓ માં વિપરીત અસરો જોવા મળશે ત્યારે આ સેવાઓની સીધી જવાબદારી સરકારની રહેશે તેવું કર્મચારી મહાસંઘ ના અગ્રણીઓએ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.