અમરેલી/ વધુ એક વિદ્યાર્થીનીના હાર્ટે દીધો દગો, સ્કૂલમાં પેપર લખતા લખતા ઢળી પડી

અમરેલી શહેરના શાંતાબા ગજેરા કોમ્પલેક્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાક્ષી હરેશભાઈ રોજાસરા નામની વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 03T152126.010 વધુ એક વિદ્યાર્થીનીના હાર્ટે દીધો દગો, સ્કૂલમાં પેપર લખતા લખતા ઢળી પડી
  • અમરેલીની શાળામાં વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત
  • શાંતાબા ગજેરા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીનુ મોત
  • વિદ્યાર્થીની પેપર લખતા લખતા ઢળી પડી
  • હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ મોત

ગુજરાતમાં હ્રદયરોગના હુમલાથી મૃત્યુના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે વધુ એક મોત થયું છે. મળતી માહિતી મુજબ અમરેલી શહેરના શાંતાબા ગજેરા કોમ્પલેક્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાક્ષી હરેશભાઈ રોજાસરા નામની વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડી હતી.

ઘરેથી વિદ્યાર્થીની પરીક્ષા માટે સ્કુલ આવી હતી. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ 15 વર્ષીય સાક્ષી રોજાસરાને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પીએમ રિપોર્ટ આવાયા બાદ વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ બહાર આવશે. તો બીજી તરફ, નાની ઉંમરે દીકરીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગઈકાલે સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય તબીબોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે તેને બચાવી શક્યા ન હતા. અંતે યુવકે દમ તોડી દીધો હતો. ગઈકાલે એક 9 વર્ષની બાળકીનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 વધુ એક વિદ્યાર્થીનીના હાર્ટે દીધો દગો, સ્કૂલમાં પેપર લખતા લખતા ઢળી પડી


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ