અમદાવાદ
2002માં ગોધરામાં સાબરમતી ટ્રેનનો ડબ્બો સળગાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટ આજે ચુકાદો આપી શકે છે. અ અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) ની સ્પેશિયલ કોર્ટ દ્વારા ગોધરા ટ્રેન કાંડના આરોપીઓને દોષી ઠેરવ્યાના અને દોષમુક્ત કર્યાના નિર્ણયને પડકારતી અપીલો પર ગુજરાત હાઈ કોર્ટ આજે તેનો નિર્ણય સંભળાવી શકે છે.
ફેબ્રુઆરી, 2002માં 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા સ્ટેશન પર આગ લગાડી દેવામાં આવી હતી.ડબ્બામાં આગ લાગવાને કારણે 59 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટા ભાગના લોકો કારસેવક હતા કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે 2011માં પહેલી માર્ચે 31 લોકોને દોષી અને 63 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. તેમાંથી 11 દોષીઓને મોતની સજા સંભળાવાઈ હતી, જ્યારે 20ને આજીવન કેદ ફટકારાઈ હતી.
63 લોકોને નિર્દોષ છોડવા સીટ કોર્ટના ચુકાદાને પણ રાજ્ય સરકારે પણ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે,જેનો આજે ચુકાદો આવી શકે છે.