Not Set/ અમદાવાદમાં હિટ એન્ડ રન, ધારાસભ્યની કારે વાહનચાલકને ઉડાવતા મોત

અમદાવાદ  હજુ પણ અકસ્માતના બનવા યથાવત્ જોવા મળી રહ્યા છે. ગત રાત્રે અમદાવાદના મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર એક  હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. […]

Ahmedabad Gujarat
Untitled 21 અમદાવાદમાં હિટ એન્ડ રન, ધારાસભ્યની કારે વાહનચાલકને ઉડાવતા મોત

અમદાવાદ  હજુ પણ અકસ્માતના બનવા યથાવત્ જોવા મળી રહ્યા છે. ગત રાત્રે અમદાવાદના મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર એક  હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર 132 ફૂટ રિંગ રોડ ઉપર એઈસી બ્રિજ નીચેથી મેમનગર ગામ તરફ જતાં રોડ ઉપર આવેલા ગોકુલ રો-હાઉસ બહારના રોડ પરથી સોમવારે રાત્રે પ્રફુલ પટેલ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પુર ઝડપે પાછળથી ઈનોવાના ચાલકે પ્રફુલના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જો કે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલ રોડ ઉપર પટકાયો હતો અને ઢસડાયો પણ હતો.

અકસ્માત બાદ માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.