Not Set/ ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

દેશમાં ૯ જિલ્લામાં ૧૮ થી ૪૪ વય જૂથના નાગરિકોના માટે કોરોના રસીકરણનો પ્રારંભ થયો. ત્યારે ફરી એકવાર વેક્સીનેશનમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. આજે દેશમાં વેક્સીનેશનના આ તબક્કામાં ૮૦ હજાર ડોઝ અપાયા જેમાં એકલા ગુજરાતમાં

Top Stories Gujarat
18 plus vaccination 2 2 ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

દેશમાં ૯ જિલ્લામાં ૧૮ થી ૪૪ વય જૂથના નાગરિકોના માટે કોરોના રસીકરણનો પ્રારંભ થયો. ત્યારે ફરી એકવાર વેક્સીનેશનમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. આજે દેશમાં વેક્સીનેશનના આ તબક્કામાં ૮૦ હજાર ડોઝ અપાયા જેમાં એકલા ગુજરાતમાં જ ૫૫ હજારથી વધુ ડોઝ અપાયા છે.સરકાર તરફથી મળતી વિગત મુજબ કોરોના સંક્રમણ સામે રક્ષણના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આજે ૧લી મે થી ગુજરાત સહિત દેશના ૯ રાજ્યોમાં ૧૮-૪૪ વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-૧૯ રસીકરણની કામગીરી શરૂ થઈ છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરો તથા ૩ જિલ્લા મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં ૧૮ થી ૪૪ ની વયના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરાઈ છે.

bharuch aag 5 ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ

રાજ્યના ૧૮ થી ૪૪ વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ મળતા આ ૧૦ જિલ્લા, કોર્પોરેશનમાં કુલ ૬૦,૦૦૦ ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ ૫૫,૨૩૫ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે ગુજરાત સહિત દેશના જે ૯ રાજ્યો મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્લી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમીલનાડુમાં રસીકરણ શરુ થયું છે. દેશના આ રાજ્યો માં ૮૦ હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં ૯૨ ટકા કામગીરી એટલે કે ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં આ ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને રહ્યું છે.

rjt vaccination 18 plus ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના સઘન પ્રયત્નોના પરિણામે ગુજરાતને સીરમ ઇન્સ્ટીટ્યુટ, પુના તરફથી ૩૦મી એપ્રિલના રોજ કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો છે. ૧૮થી ૪૪ની વય જૂથના નાગરિકો માટે રસીકરણ રજીસ્ટ્રેશનની ઓન લાઇન પ્રક્રિયા ૨૮ એપ્રિલથી શરુ થતાં જ રાજ્યના આ વયના લોકોએ વ્યાપક પ્રતિસાદ આપીને મોટા પ્રમાણમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધુ છે તેવા ૧૦ જિલ્લામાં આવા રજીસ્ટ્રેશન થયેલા યુવાઓના રસીકરણને ૧ લી મેથી જ અગ્રતા આપી આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું હતું.

vv ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રસીકરણ સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા

રાજ્યમાં આજ રોજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને પણ પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ૧,૬૧,૮૫૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે 1લી મે ના રોજ કુલ ૨,૧૭,૦૯૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના આરોગ્ય કર્મીઓને આ રસીકરણ સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા છે.

bharuch aag 11 ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા

s 5 0 00 00 00 2 ૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત, ૬૦ હજાર સામે ૫૫૨૩૫ ડોઝ અપાયા