સુરતમાં એક જુનિયર ઇજનેરને રૂ.50 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો છે. જેની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઇને આદર્શ આચારસંહિતા લાગી હતી. જેને પગલે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. જો કે ચૂંટણી બાદ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી યુદ્ઘના ધોરણે ચાલુ થઇ હતી. આ દરમિયાન એક જુનિયર ઇજનેર હરેશ પટેલે બિલ્ડીંગનું બાંધકામ નહીં તોડવા અંગે રૂ.50 હજારની માંગણી કરી હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે બિલ્ડીંગના માલિકોએ એસીબીને જાણ કરી હતી. બાદ એસીપીએ ટ્રેપ ગોઠવીને આ જુનિયર ઇજનેર હરેશ પટેલને રંગે હાથ પકડી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.