Not Set/ સુરતમાં જન્માષ્ટીના પર્વની તડામાર તૈયારીઓ, મટકીફોડમાં મહિલાઓની પણ ભાગીદારી

સુરત, દેશભરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ જન્માષ્ટમીનાં તહેવારની અનોખી તૈયારીઓ ચાલી રહી છે. સુરતની ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. આ મટકી ફોડ કાર્યક્રમમાં મહિલાઓ પણ ભાગ લે છે. તો સુરતની ભવાની સ્પોર્ટસ કલબ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ કાર્યક્રમમાં ઉમળકા ભેર ભાગ લઈ […]

Gujarat Surat Trending

સુરત,

દેશભરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ જન્માષ્ટમીનાં તહેવારની અનોખી તૈયારીઓ ચાલી રહી છે. સુરતની ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.

આ મટકી ફોડ કાર્યક્રમમાં મહિલાઓ પણ ભાગ લે છે. તો સુરતની ભવાની સ્પોર્ટસ કલબ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ કાર્યક્રમમાં ઉમળકા ભેર ભાગ લઈ તેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મહિલાઓ મટકી ફોડી, લેજીમ રમી તહેવાર ઉજવે છે. આ કાર્યક્રમમાં સૌથી ઉંચા પિરામીડ બનાવનાર ટોળીને ઈનામ પણ જાહેર કરવામાં આવે છે.

સોમવારે જન્માષ્ટમી પૂરા ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં વસવાટ કરતાં ભારતીયો પણ પૂરી શ્રદ્ધાથી ઉમંગપૂર્વક આ પર્વ ઉજવે છે. ત્યારે સુરતમાં પણ ગોવિંદાઓ ભગવાન શ્રી કૃષણનોના જન્મની અનોખી રીતે ઉજવણી કરે છે. જેની તૈયારીઓ ભાગરૂપે છેલ્લા બે મહિનાથી મહિલાઓ, બાળકો, સહિતના લોકો તૈયારી કરી રહયા છે.

જન્માષ્ટમીનો તહેવારને લઈને સુરત શહેરમા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આઠમની વાત કરીએ તો આઠમના દિવસે શ્રીકૃષ્ણનો જન્મ થયો, પૃથ્વી પર અસત્યનો નાશ કરવા ખુદ ભગવાન અવતરે છે. જેનો જન્મ સાવ સામાન્ય પરીવારમાં થયો હતો. જેના પાલનહાર પણ અલગ છે. બાળપણમાં કૃષ્ણની મૈત્રી સુદામાં સાથે થાય છે. પછી રાધા જોડે પ્રેમ પણ થાય છે. ત્યારબાદ યુધ્ધમાં શ્રીકૃષ્ણ સાચા સારથી ભુમિકા પણ નિભાવે છે.

રાજકોટ હથિયાર ગેંગ

કૃષ્ણ ફકત સત્યનો માર્ગ અને કર્મનું સૂચન કરે છે. જીવન કેવી રીતે જીવવું તેનુ કૃષણ ઉત્તમ ઉદાહરણ છે. કૃષ્ણ એટલું જ કહે છે કે સત્યને કયારેય નકારી નહી શકાય. આ સમગ્ર બોધ મનુષ્યના જીવનમાં પણ ખુબજ મહત્વ ધરાવે છે માટે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનો જન્મોત્સવ ધામધુમ પુર્વક ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે સુરતના વિવિધ સ્થળો પર દહીંહંડીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

આ દહીંહાંડી માટે પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ પીરામીડ બનાવી મટકી ફોજ કાર્યક્રમની તૈયારી કરતી નજરે ચડી હતી. સુરતમાં વર્ષોથી ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.આ મટકીફોડ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, બાળકો સહિતના લોકો ભાગ લે છે.

મહારાષ્ટ્રીયન સમાજમાં મટકીફોડ કાર્યક્રમનું ખુબ જ મહત્વ હોય છે. મટકીફોડમાં લેજીમ તાલે ગોવિંદાઓ ઘેલા થઈ જાય છે. ગોવિંદા આલા રે નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. સોમવારે જન્માષ્ટમીના રોજ ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 48 વર્ષથી ભવાની સ્પોર્ટ કબલ દ્વારા મટકીફોડ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે પણ તેઓ 2 મહિના પુર્વે જ લેજીમ, પીરામીડ, સહિતના કાર્યક્રમનું રીહર્સલ કરે છે.

મહત્વની વાત તો એ છે કે મટકી ફોડ કાર્યક્રમમા ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા સૌથી ઉંચા પીરામીડ બનાવનારને ઈનામ પણ વિતરણ કરવામાં આવે છે.