દેશ સહિત ગુજરાત પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પર પણ મોટું સંકટ આવી રહ્યું છે. સપ્ટેમ્બર માસમાં વાવાઝોડાના ત્રિપલ એટેકનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, બંગાળની ખાડી પર સિસ્ટમ બની શકે છે. જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર થઈ શકે છે. આ અંતર્ગત ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર રહેશે ત્યાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ આગાહી અનુસાર, 6 થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27 થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે.બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. બંગાળની ખાડીમાં આવા એક બે નહીં પરતું ત્રણ ત્રણ વખત લો પ્રેશર સર્જાશે. અંબાલાલના મતે સમુદ્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે કેમ કે તેના માટે અવકાશમાં રહેલા બે ગ્રહો જવાબદાર છે.