Gandhinagar News/ ગુજરાત ભારે તાવની ઝપેટમાં, રોજના આવે છે લગભગ 150 દર્દી

રાજ્ય ભારે તાવની ઝપેટમાં આવી ગયું છે. આના લીધે રાજ્યમાં રોજના 150 જેટલા દર્દી હોસ્પિટલ ભેગા થાય છે. આના લીધે છેલ્લા સાત મહિનામાં ભારે તાવના 29240 કેસ થયા છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 16 3 ગુજરાત ભારે તાવની ઝપેટમાં, રોજના આવે છે લગભગ 150 દર્દી

Gandhinagar News:  રાજ્ય ભારે તાવની ઝપેટમાં આવી ગયું છે. આના લીધે રાજ્યમાં રોજના 150 જેટલા દર્દી હોસ્પિટલ ભેગા થાય છે. આના લીધે છેલ્લા સાત મહિનામાં ભારે તાવના 29240 કેસ થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો આટલા લોકોએ હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે. તેમા એકલા અમદાવાદમાં ભારે તાવના સૌથી વધુ 7443 કેસ સામે આવ્યા છે. 108 ઇમરજન્સીને ભારે તાવના લીધે અધધ કોલ જોવા મળ્યા છે. તેમાં સુરતમાં 3614, રાજકોટમાં 1245 કોલ્સ મળ્યા છે.

વડોદરામાં 1151 ,વલસાડમાં 1107 કોલ્સ મળ્યા છે. તેમજ કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. ભારે તાવ સાથે શરદી, ખાંસી, તાવના કેસ વધ્યા છે. 108 ઇમરજન્સી સેવાને ભારે તાવના કેસનો આંકડો જાણશો તો ચોંકી જશો, જેમાં સુરતમાં 3614 ,રાજકોટમાં 1245, વડોદરામાં 1151, વલસાડમાં 1107, કચ્છમાં 1076, જૂનાગઢમાં 1009 કોલ્સ નોંધાયા છે. અંદાજે રોજના હાઇફીવરના 150 દર્દીઓને હોસ્પિટલ ખસેડાય છે. જેમાં ભારે તાવ સાથે શરદી, ખાંસી, તાવના કેસો પણ વધ્યા છે.

રાજ્યમાં ભારે તાવના કેસ વધ્યા છે, ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં ભારે તાવના કેસમાં 29,240 દર્દીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, ગત વર્ષ 2023ના સાત મહિનામાં 28,446 દર્દીઓના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં કોલ નોંધાયા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ગયેલા દર્દીઓનો આંકડો છે, આ સિવાય મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે.

108 ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2024ના સાત મહિનામાં 7,443 કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે ભારે તાવના કેસમાં રોજ 135 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, આ વખતે 2024ના સાત માસમાં દર રોજ 150 જેટલા હાઈ ફિવરના દર્દીઓને એમ્બ્યુલન્સની જરૂર પડી છે. તબીબોનું કહેવું છે કે, અત્યારે ચોમાસાની સિઝનમાં પણ ભારે તાવના કેસનું પ્રમાણ વધ્યું છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસોને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા

આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી

આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ