જામનગરના ભાજપના મહિલા સાસંદ પુનમબેન માડમની પુત્રીનું નિધન થયું હોવાની જાણકારી મળી રહી છે. મળતી વિગતો મુજબ, પૂનમબેન માડમની 21 વર્ષીય પુત્રી શિવાનીનું રવિવારે સિંગાપોરમાં સારવાર દરમિયાન નિધન થયાનું જાણવા મળ્યું છે.
તેમની પુત્રી દિવાળીએ ફટાકડા ફોડતી હતી ત્યારે દાઝી ગઈ હતી અને તેને દિલ્હી અને મુંબઇ બાદ વધુ સારવાર માટે સિંગાપોર ખસેડવામાં આવી હતી તેવી ચર્ચા થઇ રહી છે. પુત્રીના મોતથી માડમ પરિવાર સિંગાપોર દોડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળી રહેલી માહિતી મુજબ, સાંસદ પૂનમબેન માડમની પુત્રી શિવાનીના પાર્થિવ દેહને હવાઇ માર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે. તેમજ તેમના અંતિમસંસ્કાર નોઇડા ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.