જામનગર,
એકબાજુ સરકાર દ્રારા ભાર વિનાનું ભણતર અને શિક્ષણ અંતર્ગત મોટાઉપાડે મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે તો બીજીબાજુ જામનગરના લાલપુર તાલુકાના નાંદુરી ગામની શાળામાં છેલ્લા છ મહિનાથી શાળામાં છે માત્ર બે શિક્ષકો છે.
બે શિક્ષકોના હાથમાં છે પોણા બસ્સો બાળકોનું ભવિષ્ય, તાજેતરમાં ગ્રામજનોએ આ બાબતે શાળાને કરી હતી તાળાબંધી. તો પણ તંત્રનું પેટનું પાણીએ હલતું નથી.
તંત્ર પાસે પૂરતા શિક્ષકો આપવાની ગ્રામજનોએ કરી હતી માંગણી. તેમ છતાં તંત્ર દ્રારા ગ્રામજનોની માંગણી નહી સંતોષાતા ગ્રામજનોએ એકત્રિત થઈ શાળાના પટાંગણમાં બેસી વિરોધ નોંધાવ્યો.
જ્યા સુધી પૂરતા શિક્ષકોનો સ્ટાફ શાળામાં નહીં આવે ત્યાં સુધી એક પણ બાળક શાળામાં નહીં પ્રવેશે તેવો ગ્રામજનોએ નિર્ધાર કર્યો છે.