અમદાવાદ: ગુજરાતમાં જામનગર પાસે રૂટિન ટ્રેનિંગ દરમિયાન Air Force નું જગુઅર વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ (દુર્ઘટનાગ્રસ્ત)થયું હતું. જો કે પાયલટે સમયસૂચકતા દાખવીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ત્રણ દિવસમાં જામનગર એર બેઝ પરથી ટ્રેનિગ ઉડાન ભરનાર બીજું જગુઅર વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશ થવાની ઘટનાને એરફોર્સના સૂત્રોએ સમર્થન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની સરમત રેન્જ પાસે આજે સવારે વાયુસેનાનું વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સ્થાનિક અહેવાલના જણાવ્યા અનુસાર વાયુસેનાનું જગુઆર વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમય દરમિયાન તેમાં કોઇ ટેકનિકલ ટેક્નિકલ ખામી ઉદભવી હતી, જો કે આ દુર્ઘટના સમયે જગુઅરના પાયલટે સમયસૂચતા વાપરી પ્લેનને લેન્ડિંગ કરાવી લીધું હતું, જો કે આ દુર્ઘટનામાં પાયલટને સામાન્ય ઈજા પહોંચી હતી.
એરફોર્સના સૂત્રોએ પણ આ ઘટના અંગે સમર્થન આપીને જણાવ્યું હતું કે, આજે સવારે રૂટિન ટ્રેનિંગ અંતર્ગત જગુઅર પ્લેનના પાયલટે ઉડાન ભરી હતી. આ ઉડાન ભરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે ૯.૨૦ કલાકે તેમનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જો કે પાયલટે સમયસૂચકતા વાપરીને સાવચેતીથી પ્લેનનું લેન્ડિગ કરાવ્યું હતું. આ લેન્ડિંગ દરમિયાન પાયલટને પણ ઈજાઓ પહોંચી હતી.
એરફોર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એરફોર્સના લડાકુ (ફાઇટર) પ્લેનમાં ખામી સર્જાવાની આ બીજી ઘટના છે, આ અગાઉ મંગળવારે સવારે કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજા વિસ્તારમાં જ જામનગર એરફોર્સનું એક જગુઅર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાના બે દિવસ બાદ આજે ફરી જામનગર પાસેની સરમત રેન્જમાં જગુઅર પ્લેન ક્રેશ થવાથી ઘટનાએ અનેક સવાલો ઉભા કરી દીધા છે.