જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસમાંથી પાંચ નામો બહાર આવ્યા છે. જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. આ પાંચેય વ્યક્તિઓની કોંગ્રેસ સેન્સ લેશે.
હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે આ પાંચમાંથી કોઇ પણ એક વ્યક્તિ થઈ શકે છે ઉમેદવાર.
- ધીરુભાઈ શીંગાળા– લેઉવા પાટીદાર ઉમેદવાર, ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજમાં સારી નામના
- વિનુભાઈ ધડુક – જિલ્લા પંચાયત સદસ્ય અને લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી
- ભોળાભાઈ ગોહેલ – પૂર્વ ધારાસભ્ય જસદણ કોંગ્રેસ, કોળી સમાજના અગ્રણી, અગાઉ રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસના ફરી સક્રિય થયા
- ભીખાભાઇ બાંભણીયા – પૂર્વ ધારાસભ્ય જસદણ, પૂર્વ ચેરમેન રાજકોટ ડેરી, લેઉવા પાટીદાર અગ્રણી
- અવસરભાઈ નાકીયા– પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, કોળી સમાજના અગ્રણી, ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે.