સુરત,
સુરતના ફાઈનાન્સર કિશોર ભજીયાવાળાની જ્વેલરીમાંથી રૂપિયા 1.82 કરોડ રૂપિયા ઉપજ્યાં.સુરત આવકવેરા વિભાગ દ્વારા રિકવરી માટે કિશોર ભજીયાવાળાને ત્યાથી જપ્ત કરેલા દાગીનાની હરાજી કરી હતી.
આવકવેરા વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળા પાસે કાઢી હતી રૂપિયા 142 કરોડની રિકવરી જેની વસુલાત માટે આ હરાજી કરવામાં આવી હતી.આગામાં દિવસોમાં જપ્ત દાગીના પૈકી વધુ 6 લોટની હરાજી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે નોટબંધી સમયે કિશોર ભજીયાવાળાએ કરોડો રૂપિયા બેંકમાં જમા કરાવતા ભાંડો ફૂટ્યો હતો અને કરોડોની કાળી સંપત્તિ જપ્ત થઈ હતી.