કચ્છ,
જેમ જેમ ઉનાળાનો આકરો તાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેમ તેમ પાણીની તંગી પણ વર્તાઇ રહી છે.તેવામાં પાણીને તંગીને કારણે માલધારી હિજરત કરી રહ્યા છે.પાણીની તંગીને કારણે કચ્છના 500 જેટલા માલધારીઓએ ધોળકાના નાની બોરૂ ગામ પાસે પડાવ નાખ્યો છે.પાણીને કારણે આ માલધારી સમાજના લોકો મતદાનથી પણ વંચિત રહ્યા છે.કેમ કે આ માલધારી સમાજના લોકોને મતદાન કરવા માટે ભુજ જવુ પડશે અને ભુજ આવવા જવા માટેનું ભાડું પણ ન હોવાને કારણે આ તમામ લોકો મતદાનથી વંચિત રહેશે.