ગાંધીનગર,
છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાતના મેટ્રો સીટી કહેવાતા અમદાવાદમાં સામે આવેલા કસ્ટોડિયલ ડેથને લઇ એક ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે, અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૨૮ વ્યક્તિઓના મોત થયા છે.
વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કસ્ટોડિયલ ડેથ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષમાં કુલ કસ્ટોડિયલ ડેથ થયા છે.
પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુ માટે જવાબદાર પોલીસ કર્મચારીઓ અંગેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મૃત્યુ માટે જવાબદાર બે પોલીસ ઇન્સ્પેકટરમાંથી એક ઇન્સ્પેકટરને સજા આપવામાં આવી ચૂકી છે જયારે અન્ય એક પોલીસ ઇન્સ્પેકટર સામે વિભાગીય તપાસ ચાલી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત અન્ય એક સબ-ઇન્સ્પેકટર અને એક હેડ કોન્સ્ટેબલને સજા ફટકારવામાં આવી છે જયારે બે અન્ય હેડ કોન્સ્ટેબલ સામે વિભાગીય તપાસ ચાલી રહી છે.