રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી માટે 2 ડિસેમ્બરે યોજાનાર પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી હતી. પરીક્ષા અચાનક રદ થતા રાજ્યમાં લગભગ 8.75 લાખ યુવાનો રઝળી પડ્યા હતા તેમજ બિનજરૂરી ખર્ચ ભોગવવો પડ્યો હતો.
રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું કે, લોકરક્ષક દળની ભરતી કસોટી હવે તા. 6 જાન્યુઆરી 2019 રવિવારના રોજ યોજાશે. ઉપરાંત લોકરક્ષક ભરતીના કોલ લેટર પણ બોર્ડ તરફથી ટૂંકમાં જ ઇસ્યુ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી કસોટી આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે પરામર્શ કર્યો હતો.