મંતવ્ય ન્યૂઝ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢ ગણાતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં થતું બમ્પર વોટિંગ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. ગ્રામીણ વિસ્તારમાં દર ચૂંટણમાં થતા વધુ વોટિંગ માટે સત્તા પક્ષ વિરુદ્વ લોકોની વધેલી નારાજગી છે.
ગુજરાતનો ઇતિહાસ જોઇએ તો જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે નુકસાન સત્તા પક્ષે વધારે વેઠવું પડ્યું છે. રાજ્યમાં ગ્રામીણ મતદારોની સંખ્યા 57 ટકા છે જ્યારે શહેરી મતદારોની સંખ્યા 43 ટકા છે. એવું મનાય છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપના મતદારોની સંખ્યા વધારે છે.
નોંધનીય છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.6 ટકા મતદાન થયું હતું. જેમાં રાજ્યની દરેક 26 બેઠકો પર કમળ ખીલી ઉઠ્યું હતું.