Not Set/ ગુજરાત લોકસભા ચૂંટણી વલણો – ગુજરાતની 26 બેઠકો પર ભાજપનું કમળ આગળ, શું કોંગ્રેસ આપી શકશે ટક્કર?

શરૂઆતી વલણ મુજબ કોંગ્રેસે અમરેલી, ભરૂચ, આણંદ અને પાટણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી જ્યા ભાજપ સ્થિતિ મજબૂત કરી રહી છે. ગુજરાતનાં કુલ 371 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે. દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 […]

Top Stories Gujarat
voting counting ગુજરાત લોકસભા ચૂંટણી વલણો - ગુજરાતની 26 બેઠકો પર ભાજપનું કમળ આગળ, શું કોંગ્રેસ આપી શકશે ટક્કર?

શરૂઆતી વલણ મુજબ કોંગ્રેસે અમરેલી, ભરૂચ, આણંદ અને પાટણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી જ્યા ભાજપ સ્થિતિ મજબૂત કરી રહી છે.

ગુજરાતનાં કુલ 371 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે.

Gujarat map ગુજરાત લોકસભા ચૂંટણી વલણો - ગુજરાતની 26 બેઠકો પર ભાજપનું કમળ આગળ, શું કોંગ્રેસ આપી શકશે ટક્કર?

દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 542 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણનાં કેન્દ્ર પર મત ગણતરી શરૂ થઇ ગઇ છે. મત ગણતરી સવારે 0800 કલાકથી શરૂ થઇ હતી. ત્યારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિષય બની રહેશે. ત્યારે શરુઆતી વલણમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંઘીનગર બેઠક પર આગળ, તો બાકીની લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ તો કોંગ્રેસ કાંટાની ટક્કર આપશે તે જોવાનુ રહ્યુ……   

ગુજરાતમાં કોંગ્રેસનાં તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ 52,000 મતોથી આગળ. ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસનાં એક માત્ર દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની તમામ 26 બેઠકો  પરના વલણોની સ્થિતિ 

26 બેઠકો  ભાજપ  કોંગ્રેસ +  અન્ય
26/26 25 01

00

ગુજરાતીઓએ 64 ટકા મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.