મહુવા,
મહુવા અને તળાજા પંથકમાં વન્યપશુઓના આંટાફેરા વધી રહ્યા છે અને આ વિસ્તારો વન્ય પશુઓ માટે કાયમી રહેઠાણ બનો ગયો છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આવા વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
હજુ થોડા દિવસો પહેલા જ મહુવાના ગુજરડા ગામે સિંહ દ્વારા એક સ્થાનિક વ્યક્તિને ફાડી ખાધાની ઘટના બની હતી જો કે આજે એક દીપડાએ બાળકને ઉપાડી જઈને ફાડી ખાધાની ઘટનાથી ભય ફેલાયો છે.
મહુવા તાલુકાના માલપરા ગામે નેસડામાં રહેતા લાલભાઈ નામના વ્યક્તિના 3 વર્ષના બાળક મોહિતને વહેલી સવાર આસપાસ માનવભક્ષી દીપડો ઉઠાવી લઇ ગયો હતો અને ફાડી ખાધો હતો, આ ઘટનાનીં જાણ થતા ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરતા બાળકનો અડધો મૃતદેહ મળી આવ્યો હતો, જો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ આ માનવભક્ષી દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.