Not Set/ વડોદરા : જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં આગ લાગતા 4ના મોત

વડોદરા, વડોદરાના નંદેસરીમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે.રવિવારે વહેલી સવારે પોણા છ વાગ્યે નંદેસરી જીઆઇડીસીમાં આવેલી જીએસપી ક્રોપ નામની કેમિકલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટના કારણે ભીષણ આગ લાગતાં 4 કર્મચારીઓના મોત થયા હતા,જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થતા હતા.ઘાયલોને સારવાર અર્થે શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. જીએસપી ક્રોપ […]

Top Stories
vadodar fire વડોદરા : જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં આગ લાગતા 4ના મોત

વડોદરા,

વડોદરાના નંદેસરીમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે.રવિવારે વહેલી સવારે પોણા છ વાગ્યે નંદેસરી જીઆઇડીસીમાં આવેલી જીએસપી ક્રોપ નામની કેમિકલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટના કારણે ભીષણ આગ લાગતાં 4 કર્મચારીઓના મોત થયા હતા,જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થતા હતા.ઘાયલોને સારવાર અર્થે શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

જીએસપી ક્રોપ કંપનીના એજીટેટેડ લુબ્રીકેટ ફિલ્ટર પ્લાન્ટમાં વહેલી સવારે 5:40 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જેને કારણે પ્લાન્ટમાં ભિષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે કંપનીના આજુબાજુના બે પ્લાન્ટને પણ અસર થઇ હતી. બ્લાસ્ટનો ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુના વિસ્તારો સંભળાયો હતો. સવારે હવા પણ તેજ ચાલી રહી હોવાથી જીઆઇડીસીની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઇ જવા પડ્યા હતા.

આગ લાગતા ફાયર બ્રિગેડની 10થી વધુ વાહનો બનાવ સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી.આગની ગંભીરતા જોતા 10 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઇ હતી.