મહેસાણામાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે, મળતી માહિતી અનુસાર આંગડિયા પેઢીના કર્મચારી પાલનપુરથી અમદાવાદ જતી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આંગડિયા કર્મીની ફરિયાદ બાદ પોલીસે કિંમતી હીરા, સોના અને ચાંદીના ઘરેણા સહિત રૂ. 10 લાખથી વધારેના લૂંટનો ગુનો દાખલ કર્યો છે.
લૂંટ કરનારલોકોએ બંદૂકની અણીએ બસને બાજુમાં ઉભી રખાવીને આંગડિયા પેઢીને કર્મીઓ પાસેથી કિંમતીઘરેણા, હીરા, રોકડ ભરેલા 5 થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદલૂંટારાઓ એક કારમાં મહેસાણા તરફ ફરાર થઈ ગયા હતા.
આ દરમિયાન હથિયારધારીઓ બસ રોકીને બસમાં ચડી ગયા હતા અને બસનું અપહરણ કરી લીધુ હતું અને નંદાસણ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધા હતા અને લાખોનો માલસામાન લઇને ફરાર થઇ ગયા હતા.
ગુરુવારની સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જ્યારે મહેસાણા નંદાસણ હાઇવે પર વોટરપાર્ક નજીક પસાર થઈ રહી હતી ત્યારે લૂંટારુોઓએ ડ્રાઇવરના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી અને બસને બાજુમાં ઉભી રાખી દેવાનો આદેશ કર્યો હતો.
લૂંટારુઓ પહેલાથી જ હથિયારો સાથે બસમાં બેસી ગયા હતા. આ દરમિયાન બસની અંદર બેઠેલા લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીઓને મારા મારીને તેમની પાસેથી કિંમતી સામાન ભરેલા થેલા ઝૂંટવી લીધા હતા. આવી રીતે ખુલ્લેઆમ હથિયારધારીઓ બસમાં ચડી જવાથી લોકોમાં ડર ફેલાઇ ગયો હતો.