અમદાવાદ,
કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધા પછી તેમના ધારાસભ્યપદને રદ કરવા માટે કોંગ્રેસે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.કોંગ્રેસની માંગણી છે કે અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ગણવામાં આવે.
કોંગ્રેસની આ પીટીશનનો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું,જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી એટલે કોંગ્રેસે કરેલી પીટીશન ટકવા પાત્ર નથી.કોંગ્રેસે તેમના રાજીનામાનો સ્વીકાર પણ કર્યો નથી.
કોર્ટને અલ્પેશે એમ પણ કહ્યું હતું કે, તેમના રાજીનામાંની સોશિયલ મીડિયામાં જે કોપી ફરી રહી છે તેને સત્તાવાર રાજીનામું માની ન શકાય, અને તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે હજુ ચાલુ જ છે.
કોંગ્રેસના દંડક અશ્વીન કોટવાલે કહ્યું કે, અલ્પેશનો તમામ પદો પરથી રાજીનામુ આપતો પત્ર અમિત ચાવડાને આપ્યો હતો. તેમનો પત્ર કાયદેસર છે. તેમણે પોતાના હસ્તાક્ષરથી પત્ર લખેલો છે, લેટરપેડ પર લખાયેલો છે. અમે તેમનું રાજીનામુ પ્રુફ સાથે રજૂ કર્યું છે. રાજીનામાના આધારે અમે જ કાર્યવાહી શરૂ કરી છે. જ્યા સુધી ધારાસભ્યના રાજીનામાની અરજી ન મળે ત્યાં સુધી અપીલ દાખલ કરી શકાતી નથી. જો રાજીનામુ નકલી હોય તો કોર્ટે પણ અમારી અપીલ ફગાવાઈ હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન