ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાસંદો દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. કોંગ્રેસના 35થી વધુ ધારાસભ્યો પ્રદર્શનમાં પહોંચ્યા છે. આ ધારાસભ્યો મંગળવારે દિલ્હી જવા માટે રવાના થયા હતાં. નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરે છે.
કોંગ્રસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઇડી દ્વારા સતત પુછપરછ કરવામાં આવે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી રાહુલ અને સોનિયા ગાંધીની ધરપકડ કરે તેવી સંભાવના છે. તેથી, કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને પણ દિલ્હીનુ તેડુ આવ્યુ છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હતાં. તેઓ બુધવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો બુધવારના રોજ દિલ્હી ખાતે પહોંચી ગયા છે. AICC તરફથી કાર્યક્રમ નક્કી થાય તે રીતે નિર્દેશ પ્રમાણે સત્યાગ્રહમાં જોડાયા છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર કિન્નાખોરીથી રાહુલ ગાંધી સાથે ઇડી (એમ્ફોસમેન્ટ ડિરેક્ટરેટ) જેવી એજન્સીઓના દુરુપયોગ કરે છે . મોદી સરકારા સત્યનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. સરકાર દેશના મુળ મુદ્દાઓ પરથી લોકોનુ ધ્યાન ભટકાવવા માટે એજન્સીઓનો દુરઉપીયોગ કરે છે. ખેડૂતો, બેરોજગાર યુવાનો, બેકારી મોંઘવારી નાના વેપારીઓની સમસ્યાઓ, આર્થિક બેહાલી સહિતના અનેક મુદ્દાઓ સમસ્યાઓ અંગે રાહુલ ગાંધી દેશની મોદી સરકાર સામે અવાજ ઉઠાવીને જનતા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પાકિસ્તાની હુનરે ભારતને અપનાવી લીધું હવે વારો છે ભારત સરકાર આ હુનરને આપે પ્લેટફોર્મ
આ પણ વાંચો : પીએસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીને અન્યાયઃ પાટીદાર સમાજ