Not Set/ #વરસાદ: જાણો, રાજ્યના ક્યા વિસ્તારમાં કેવો પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લાં એક વીકથી વરસાદ નહોતો પડી રહ્યો અને ખેડુતો ચિંતામાં આવી ગયા હતા પરંતું શનિવારે મોડી રાત્રે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો છે. સુરત સુરતના મજુરામાં મોડી રાતે મેઘરાજાનું આગમન થયું હતું વરસાદ વરસતા ન્યુ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું જેના પગલે હોસ્પિટલ ટ્રોમાં સેન્ટર ખાતે દર્દીઓને હલાકીનો સામનો કરવો પડ્યો […]

Top Stories Gujarat Surat
qas 2 #વરસાદ: જાણો, રાજ્યના ક્યા વિસ્તારમાં કેવો પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લાં એક વીકથી વરસાદ નહોતો પડી રહ્યો અને ખેડુતો ચિંતામાં આવી ગયા હતા પરંતું શનિવારે મોડી રાત્રે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો છે.

સુરત

સુરતના મજુરામાં મોડી રાતે મેઘરાજાનું આગમન થયું હતું વરસાદ વરસતા ન્યુ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું જેના પગલે હોસ્પિટલ ટ્રોમાં સેન્ટર ખાતે દર્દીઓને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગર

ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડયો હતો.અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં લોકોને રાહત મળી હતી.તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતા જગત તાત આનંદીત થયા હતા.વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા.જો કે હવે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોના પાકને જીવનદાન મળશે તેવી આશા વ્યકત કરાઇ હતી.

વડોદરા

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં મેધમહેર જોવા મળી હતી. નિઝામપુરા, ફતેહગંજ, આજવા રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.

અમરેલી

અમરેલી લાઠી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો.વરસાદને પગલે રોડ-રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા. જેને લઈને લોકોને અવરજવર કરવામાં હાલાકી થઇ રહી છે.

સુરેન્દ્રનગર

તો આ તરફ સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.લીંબડી સહિત આસપાસનાં ગામોમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો.લાંબા સમય બાદ ફરી વરસાદ પડતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.