ગોધરામાં અલ્પસંખ્યક સમુદાયની મહિલાના ધોળા દિવસે અપહરણ થવાની સનસનીખેજ ઘટના સામે આવી રહી છે. તેમજ અપહરણના 24 કલાક બાદ પણ પોલીસ આરોપીઓને શોધી શકી નથી.
પીડિત મહિલાનું નામ ઉજમત હાફિઝ ઇસ્માઇલ પટેલ (24) છે. પીડિતાના પતિ રાજેન્દ્ર વાઘજીએ પત્નીના પરિવારવાળા પર જ શંકા દર્શાવી હતી. રાજેન્દ્રનું કહેવાનું છે કે ઉજમતના પરિવારવાળા એમના લગ્નની વિરુદ્ધમાં હતા.
મળતી વિગતો મુજબ, બુધવારે બપોરે ભીડભાડવાળા વિસ્તારમાં બે કારમાં આવેલા લોકોએ ઉજમતનું અપહરણ કરી લીધું હતું. પીડિતા એ સમયે બ્યુટી પાર્લરનો કોર્સ શીખવા જઈ રહી હતી. જયારે લોકોએ ઉજમતને બચાવવાનો પ્રયાસ કર્યો, તો આરોપીઓએ તલવાર બતાવીને તગેડી મુક્યા હતા.
રાજેન્દ્રએ પોલીસ ફરિયાદ કરતા સમયે જણાવ્યું કે, આ અપહરણ પાછળ તેને ઉજમતના મોટા ભાઈ અને પિતા પર શંકા છે. જોકે, આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.