રોજબરોજ ગુનેગારોમાં કાયદાનો ખોફ નાબુદ થતો દેખાય છે. ત્યારે ગુજરાતમાં વારંવાર સામે આવતા બળાત્કારના કેસમાં વધારો થઇ રહયો છે. જેને લઈને નડિયાદ સેશન્સ કોર્ટે ફતેપુરામાં બનેલ બળાત્કારના કેસમાં 7 વર્ષની સજા અને 5000 હજારનો દંડ ફટકાર લગાવ્યો હતો.
આજે જયારે બળાત્કારના કેસો વધતા જતા નજરે પડે છે. ત્યારે નડિયાદ ફતેપુરામાં વર્ષ 2016માં આરોપી અશોકભાઈ બબુભાઈ રાઠોડ રહે.ફતેપુરા, એ વહેલી સવારે ખાટલા ઉપર મોઢું દબાવી બળાત્કાર કરી, ગુનો કરેલ હતો. જેની ફરિયાદ ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેની કલમ 376, 354(A), 506(2) મુજબનો ગુનો નોંધી આરોપીની વિરુધ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ખેડા જીલ્લાની પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ સરકારી વકીલ દલીલો કરતા નામદાર કોર્ટ દ્રારા આરોપીને 7 વર્ષની સજા ફટકારી હતી અને 5000નો દંડ પણ ફટકાર્યો હતો. જો દંડ ના ભરે તો બીજા દોઢ વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી હતી.