Not Set/ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં પાર્ટનર કન્ટ્રી બન્યું નેધરલેન્ડ

નેધરલેન્ડની કંપની રોયલ વોપાક દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કર્યા કરાર અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી […]

Top Stories Ahmedabad Gujarat Business
Netherland Became Partner Country in Vibrant Gujarat Summit 2019

નેધરલેન્ડની કંપની રોયલ વોપાક દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કર્યા કરાર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે શુક્રવારે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો.

મેમાં હાલ નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાક દ્વારા દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કરાર કરવામાં આવ્યા હતા અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં નેધરલેન્ડનું હાઇપાવર ડેલિગેશન સહભાગી થાય તે માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

નેધરલેન્ડ આ વર્ષ એટલે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯નું પાર્ટનર કન્ટ્રી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯ અંતર્ગત દિલ્હી ખાતે યોજાયેલા રોડ શો કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડના ઉદ્યોગકારોને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓ કરી હતી.