Not Set/ રાજકોટ જેલમાં બંધ આ બે આંતકી ભાઈઓની 6 દિવસ સુધી NIA કરશે પૂછપરછ

ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની આજે એનઆઈએ દ્વારા પૂછપરછ કરાશે. 2017માં ગુજરાત એટીએસ દ્વારા ભાવનગરમાંથી વસીમ અને નઇમ નામના બે ભાઈઓની ધરપકડ કરી હતી જેમના તાર આંતકી સંગઠન આઈએસ સાથે જોડાયેલા છે. વર્ષ 2017માં એટીએસ દ્વારા નહેરુનગરમાંથી બે આતંકીભાઇઓની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ રાજકોટની સેન્ટ્રલ જેલમાં છે. એનઆઇએની ટીમ આ બંને ભાઈઓની પૂછપરછ માટે […]

Top Stories Gujarat Rajkot
Untitled રાજકોટ જેલમાં બંધ આ બે આંતકી ભાઈઓની 6 દિવસ સુધી NIA કરશે પૂછપરછ

ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની આજે એનઆઈએ દ્વારા પૂછપરછ કરાશે. 2017માં ગુજરાત એટીએસ દ્વારા ભાવનગરમાંથી વસીમ અને નઇમ નામના બે ભાઈઓની ધરપકડ કરી હતી જેમના તાર આંતકી સંગઠન આઈએસ સાથે જોડાયેલા છે.

વર્ષ 2017માં એટીએસ દ્વારા નહેરુનગરમાંથી બે આતંકીભાઇઓની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ રાજકોટની સેન્ટ્રલ જેલમાં છે. એનઆઇએની ટીમ આ બંને ભાઈઓની પૂછપરછ માટે રાજકોટ આવી રહી છે.

એનઆઇએ દ્વારા  IS આતંકી મુફ્તી અબ્બાસ સમીની ધપરકડ બાદ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુફ્તીએ આઇએસના ચીફ અબુ બકર ઉર્ફે અબુ બગદાદીના જીવન પર આધારિત વિડિયો ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વાઇરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ કનેક્શનમાં એનઆઈએ દ્વારા વસીમ અને નઇમની પૂછપરછ કરવામાં આવનાર છે. આજે 3 તારીખથી 7 તારીખ સુધી સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી એનઆઈએ દ્વારા વસીમ અને નઇમની પૂછપરછ થશે. કોર્ટે તા.3 થી 7 જુન દરમ્યાન રાજકોટ જેલમા બંનેની પુછપરછ કરવાની પરવાનગી આપી છે.