Not Set/ નિત્યાનંદ આશ્રમમાં ચાલતા હતા ગોરખધંધા, કિશોરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં લપંટ નિત્યાનંદ વિવાદ મામલે વધુ એક ચોંકાવનારો ખોલાસો થયો છે. જનાર્દન શર્માની 15 વર્ષીય પુત્રી કલ્પલતાએ એક વીડિયો અપલોડ કરીને નંદીતા અને લોપામુદ્રાને વીડિયો દ્વારા બન્નેને અપીલ કરી છે. કલ્પલતાએ જણાવ્યું કે હું સાત વર્ષ સુધી હું ગુરૂકૂળમાં રહેતી હતી, પરંતુ અહી બધુ બરાબર ન હોવાથી જ  મેં સપ્ટેમ્બર મહિનામાં પિતા પિતા જનાર્દન શર્માને […]

Top Stories Ahmedabad Gujarat
aa 6 નિત્યાનંદ આશ્રમમાં ચાલતા હતા ગોરખધંધા, કિશોરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં લપંટ નિત્યાનંદ વિવાદ મામલે વધુ એક ચોંકાવનારો ખોલાસો થયો છે. જનાર્દન શર્માની 15 વર્ષીય પુત્રી કલ્પલતાએ એક વીડિયો અપલોડ કરીને નંદીતા અને લોપામુદ્રાને વીડિયો દ્વારા બન્નેને અપીલ કરી છે. કલ્પલતાએ જણાવ્યું કે હું સાત વર્ષ સુધી હું ગુરૂકૂળમાં રહેતી હતી, પરંતુ અહી બધુ બરાબર ન હોવાથી જ  મેં સપ્ટેમ્બર મહિનામાં પિતા પિતા જનાર્દન શર્માને ફોન કરીને મદદ માંગી હતી, જેથી પિતા મને લેવા અહીયા આવ્યાં હતા, સાથે જ તેને પોતાની ગુમ બહેનો લોપામુદ્રા અને નંદિતાને ઘરે આવી જતા અપીલ કરી છે, કહ્યું કે મામલો દબાવવા અમારા પર આશ્રમનું દબાણ થઇ રહ્યું છે, જેથી બંને બહેનો ઘરે પરત આવે અને પરિવારને સહયોગ કરે.

7 વર્ષ સુધી આશ્રમમાં રહેલી કલ્પલત્તાએ આશ્રમની પોલ ખોલી દીધી છે, તેને સપ્ટેમ્બર મહિનામાં જ પિતાને ફોન કરીને અહી રહેવા માટે અયોગ્ય વાતાવરણ હોવાનું કહ્યું હતુ, તેને આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા પર પણ આરોપ લગાવ્યાં છે. જે અત્યાર જેલમાં છે.

આશ્રમના સંચાલકોએ પ્રાણપ્રિયાને ફોન કરીને કહ્યું હતુ કે જનાર્દન શર્માને આશ્રમમાં આવતા રોકવામાં આવે અને તેમની પુત્રી સાથે તેમની મુલાકાત થવી ન જોઇએ, આ સમયે કલ્પલત્તા બધુ સાંભળી રહી હતી, આશ્રમમાં દબાણ કરવા બનાવટી વીડિયો પણ બનાવવાની વાત તેને કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.