બનાસકાંઠા,
બનાસકાંઠામાં “વોટના બદલે નોટ” અભિયાન શરૂ થતા રાજકારણ ગરમાયું છે.જ્યાં ઉમેદવારને જીતાડવા મતદારોને રૂપિયા 100ની લાલચ આપવામાં આવી રહી છે.જી હા.. ઠાકોર સેનાના ઉમેદવારને જીતાડવા તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વોટના બદલે નોટ અભિયાન શરૂ કર્યું છે.
બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ નહી મળતા સમગ્ર ઠાકોર સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે.જ્યાં ઠાકોર સમાજના ઉમેદવાર દ્વાર અપક્ષમાંથી નામાંકન દાખલ કરાવવામાં આવ્યું છે અને પોતાના ઉમેદવારને જીતાડવા હવે નોટોનું રાજકારણ રમવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયે`લા આ આભિયાનને લઈને સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.