પંચમહાલ,
પંચમહાલના ગોધરામાં પાલિકા તંત્રના અણઘડ વહીવટના કારણે વોર્ડ નંબર 10માં ગંદકીના ગજ જોવા મળી રહ્યા છે. જેને કારણે શહેરમાં ગંદકીનુ સામ્રાજય ફેલાઈ ગયું છે. પરંતુ તંત્ર દ્વારા તેને જાણી જોઈને આંખ આડે કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ મળવા છતા ભ્રષ્ટાચારમાં મસ્ત અધિકારીઓ બે લગામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વાર્ડ નંબરની 10 જો વાત કરીએ તો ત્યાં ગટરના પાણી ઉભરાય રહ્યા છે અને નગરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે.
પાલિકા દ્વારા સમયસર પાણીના ટાંકીની સફાઈ કરવામાં નથી આવતી અને યોગ્ય સમયે દવાઓનો છંટકાવ પણ નથી કરવામાં આવતો જેને કારણે લોકોમાં રોગચાળો વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિકો દ્વારા કુંભ કર્ણની નિદ્રામાં પોઢેલા તંત્રને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.