ધાનેરા,
ધાનેરા તાલુકાના રામપુરછોટા ગામે સરપંચની ઢીલી નીતિ અને તંત્રની બેદરકારીથી ગામને પાણી વિના તરસે મારવાનો વારો આવ્યો ભર ઉનાળે બુંદ બુંદ પાણી માટે વલખા મારતા ગામલોકો પશુઓ પાણી માટે દર દર ભટકતા પશુઓની હાલત બની કફોડી.
ઉનાળો શરૂ થતાં જ ધાનેરા તાલુકામાં પાણી પાણી નો પોકાર સારું થઇ ગયો છે લોકોને પીવા પાણી પણ નથી મળી રહ્યું તો ખેતીની કલ્પના તો કઈ રીતે કરવી.અમે વાત કરી રહ્યા છીએ રામપુરછોટા ગામ ની.જ્યાં આજથી બે માસ પહેલા ગામના કુવાની મોટર બળી ગઈ હતી વારંવાર ગામલોકોએ સરપંચ ને રજુઆત કરવા છતાં પણ રીપેર ન કરાવતા આજે ગામ લોકો પાણી માટે વલખા મારતા થઈ ગયા છે ગામ લોકોને એક કિલોમીટર ચાલીને પીવાનું પાણી લાવવું પડે છે.
કાયરે ગામમાં પાણી માટેનું ટેન્કર આવે ત્યારે ગામલોકોને આસિત રાહત થાય છે તો બીજી તરફ બેડયુદ્ધ શરૂ થાય છે એક માટલું પાણી ભરવા માટે લોકો વચ્ચે પડાપડી થાય છે જો પીવાના પાણી આ સમસ્યા હોય તો અન્ય કલ્પના કરવી પણ મુશ્કેલ છે પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે સ્કૂલ જતા બાળકો પણ શાળામાં પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ગુજરાત સરકાર પાણી પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે પણ આજ સુધી રામપુરછોટા ગામે પાણી પહોંચ્યું નથી બીજી તરફ સરપંચ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના લીધે આજે તો ગામલોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે રામપુરછોટા ગામના લોકો માંગ કરી રહ્યા છે તત્કાલ બોરની મોટર રીપેર થાય અને ગામ લોકોને પીવાનું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે.
આમ તો ધાનેરા ના રાજકારણમાં નેતાઓ સક્રિય છે પણ જયારે કામ કરવાનો વારો આવે ત્યારે ક્યાં જતા રહે છે એ પણ એક સવાલ બની રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર ક્યારે આ ગામ લોકો ને પાણી અપાવવા માટે સ્થાનિક તંત્ર ના કાન મરડી ને જગાડે છે એ તો આવનારો સમય જ બાતવસે.