આણંદ,
આણંદ જિલ્લામાં આવેલા વિખ્યાત શ્રીમદ રામચંદ્ર આશ્રમમાં ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિને લઇને લોકો રોષે ભરાયા હતા. આશ્રમમાં નાણાંકીય ગેરરીતિ, ભ્રષ્ટાચાર, જમીન પર ગેરકાયદેસર બાંધકામ સહિત કરોડો રૂપિયાની જમીનો બારોબર વેચાઈ જવાના મુદ્દે ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતા નાણાંકીય ગોટાળાને ટ્રસ્ટી મંડળના સભ્યએ ઉજાગર કર્યા હતા. ત્યાર બાદ આશ્રમમાં સર્જાયેલી પરિસ્થિતિ પહોંચી વળવા ટ્રસ્ટી મંડળના સભ્યોએ સમગ્ર બાબતમાં મંડળની ભૂલ થઇ હશે તેમ જણાવીને સુધારવા ઉપરાંત ભ્રસ્ટાચારીઓ સામે પગલા ભરવાની સ્પષ્ટતા કરી છે.