Not Set/ બનાસકાંઠા:અંગત અદાવતના લીધે 12 વર્ષના બાળક પર છાંટ્યું પેટ્રોલ

બનાસકાંઠા, બનાસકાંઠાના ધાનેરાના ભાટિબ ગામમાં એક બાળક ઉપર પેટ્રોલ છાંટ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે જૂની અંગત અદાવતના કારણે 12 વર્ષીય ભરત મલુચીનો ભોગ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ઘટના સવારે વહેલા 4 વાગ્યેની છે. જોકે હાલ ભરતને હોસ્પિટલમાં ખસેડાયો છે અને ત્યાં તેની સારવાર થઇ રહી છે. આપને […]

Top Stories Gujarat Others
rpppo 1 બનાસકાંઠા:અંગત અદાવતના લીધે 12 વર્ષના બાળક પર છાંટ્યું પેટ્રોલ

બનાસકાંઠા,

બનાસકાંઠાના ધાનેરાના ભાટિબ ગામમાં એક બાળક ઉપર પેટ્રોલ છાંટ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે જૂની અંગત અદાવતના કારણે 12 વર્ષીય ભરત મલુચીનો ભોગ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ઘટના સવારે વહેલા 4 વાગ્યેની છે. જોકે હાલ ભરતને હોસ્પિટલમાં ખસેડાયો છે અને ત્યાં તેની સારવાર થઇ રહી છે.

આપને જણાવીએ કે ધાનેરા તાલુકાના ભાટિબ ગામે વર્ષો પહેલા થયેલ મડરની બાબતને લઈને આજે બાર વર્સીય બાળક પર પેટ્રોલ છાંટીને આગચાંપીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે બાબતે ધાનેરા પોલીસ મથકે ભાટિબ ગામના મોડજી પ્રભુ જી રાજપૂત ઇન્દ્ર જી પ્રભુ જી રાજપૂત અને રણા જી પ્રભુ જી રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સમગ્ર ઘટના ને સવારે છ વાગ્યા ની આસપાસ અંજામ આપવામાં આવ્યો છે બાર વર્સીય ભરત પર પેટ્રોલ છાંટીને આગચાંપી કરવામાં આવી અને સાથોસાથ દરિયાબેન રાજપૂત નામક મહિલાનું ગાદલું સળગાવવાની વિગત ફરિયાદમાં નોંધાવેલ છે બીજી તરફ બાળકની હાલત ગંભીર હોવાથી ધાનેરા રેફરલથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ બાબતે ધાનેરા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ
ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટનાએ હાલ તો ધાનેરા ચકચાર મચી જવા પામી છે.