અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ મહિના બાદ વધુ એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ ઓ પી કોહલી સહિતના રાજનેતાઓએ પીએમનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ હવે પીએમ મોદી આણંદ પહોચ્યા છે અને આ દરમિયાન અમૂલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ ચોકલેટ ફેક્ટરીનું રૂ. 300 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેઓએ અમૂલ ડેરીના મોગર સ્થિત અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટિક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. બીજી બાજુ વડાપ્રધાનની મુલાકાતને લઈ સમગ્ર આણંદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટમાં આલ્ફ્રેડ સ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.
આ ઉપરાંત અંજારના સતાપર ખાતે મુંદ્રા એલ.એન.જી ટર્મિનલ, અંજાર-મુંદ્રા પાઇપાલાઇન પ્રોજેક્ટનું ઉ્ઘાટન તેમજ પાલનપુર -પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે.
પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રાનો સત્તાવાર કાર્યક્રમઃ
સવારે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદથી આણંદ એરપોર્ટ જવા રવાના થશે.
૧૧.૧૦ વાગ્યે આણંદ પહોંચશે.
૧૨.૪૫ વાગ્યે આણંદમાં ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન.
૦૧.૪૫ આણંદથી ભૂજ જવા માટે રવાના થશે.
૨.૧૫ ભુજ એરપોર્ટ પહોંચશે.
૨.૪૦ અંજાપમાં વિવિઘ પ્રોજોક્ટોનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધશે.
૪.૨૦ અંજારથી રાજકોટ જવા રવાના થશે.
૫.૦૫ રાજકોટ પહોંચશે.
૫.૧૫ ચૌધરી હાઇસ્કૂલ પહોંચશે.
૬.૨૦ ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.
રાત્રે ૮.૦૦ કલાકે રાજકોટ એરપોર્ટથી જ દિલ્હી જવા માટે રવાના થશે.