Not Set/ BJP ના મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિક તરફી કર્યું નિવેદન, કહ્યું કે..

અમદાવાદ: ‘પાસ’ નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના નવમાં દિવસે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી તેમજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી છે. આ દરમિયાનમાં BJP સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિક તરફી નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે, આ આંદોલનના ઉકેલ માટે પ્રયાસ થવા જોઈએ. કારણ કે, આ સમસ્યા વધુ […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
BJP's minister, Kunvarji Bavliya has made a Statement in Favour of Hardik Patel, saying that ..

અમદાવાદ: ‘પાસ’ નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના નવમાં દિવસે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી તેમજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી છે. આ દરમિયાનમાં BJP સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હાર્દિક તરફી નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે, આ આંદોલનના ઉકેલ માટે પ્રયાસ થવા જોઈએ. કારણ કે, આ સમસ્યા વધુ સંવેદનશીલ છે.

‘પાસ’ના નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે હાર્દિક પટેલની મુલાકાત કરી છે. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ હાર્દિકને મળ્યાં અને તેમણે હાર્દિકને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ હાર્દિકના વજનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તહેવારોની રજા હોવાના કારણે આજે સમર્થકો વધારે આવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

હાર્દિક પટેલ નવ દિવસથી ઉપવાસ કરી રહ્યો હોવા છતાં ગુજરાત સરકાર આ મામલે આંખ આડા કાન કરીને નિષ્ક્રિયતા દાખવી રહી છે. જોકે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રીનું પદ મેળવનાર કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે.

આ નિવેદનમાં બાવળિયાએ જણાવ્યું છે કે, હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી મારી ઈચ્છા છે. આ ઉપવાસ આંદોલનનો ઉકેલ લાવવા માટે પ્રયાસ થવાના છે. કારણ કે, આ સમસ્યા ઘણી  વધારે સંવેદનશીલ છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના નવામાં દિવસે હાર્દિક પટેલના તબીબે હાર્દિકને આગામી 48 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. ખાનગી તબીબના જણાવ્યા પ્રમાણે હાર્દિકને આજે સવારે ચક્કર આવ્યા હતા. જેના શરીરમાં એસીડનું પ્રમાણ વધી ગયુ છે જેના કારણે તેના ઓર્ગનને નુકસાન થઈ રહ્યું છે.

જો આગામી 48 કલાકમાં હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહી આવે તો તેની તબિયત વધુ વણસી શકે છે. હાર્દિક પટેલના ફેમિલી ડોક્ટરે કરેલી મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, હાર્દિક પટેલની કિડનીમાં ઈન્ફેક્શન જોવા મળી રહ્યુ છે. આ ઉપરાંત પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. તબીબોએ કહ્યું હતું કે, જો આ પરિસ્થિતિ યથાવત રહી તો આગામી દિવોસમાં હાર્દિકની તબિયત વધુ  લથડી શકે છે.