ગુજરાત રાજયની વિધાનસભા-2017ની ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જે અંતર્ગત આચારસંહિતા પણ સમગ્ર સુરતમાં લાગુ કરી દેવામાં આવી છે. આચારસંહિતા દરમિયાન કોઈપણ પ્રકારની મનપા દ્વારા કામગીરી કરી ન શકાય છતાં પણ હંમેશા મનમાની કરવાથી બાજ નથી આવતું ત્યારે સુરત શહેરના ઉધના – પાંડેસરા સ્થિત આવેલ દિન દયાલ સોસાયટી ખાતે વર્ષોથી કાચા રસ્તાઓ છે.
જેના કારણે અહીંના રહીશોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં પણ પાણી ભરાવવાની પણ સમસ્યા હોય છે. જેથી અહીં વસવાટ કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે હમણાં સરકાર દ્વારા આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી હોવા છતાં સુરત મનપા દ્વારા અહીં રોડ-રસ્તાઓની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
તેમજ અહીંના સ્થાનિકોનું કહેવુ છે કે હવે ઈલેકશનનો સમય નજીક આવ્યો છે જેને લઈને અહીં કામગીરી કરવામાં આવી રહી છે. તો આ બાજુ સામાન્ય પ્રજાનું કહેવું છે કે કોઈપણ નેતાઓ વોટ માંગવા આવશે તો અને તેમને મત આપીશું નહીં તેમજ જે નેતા અમારી સમસ્યાઓનું નિકારણ કરશે તેવા નેતાને અમારો વોટ આપીશું. વધુમાં અહીંના રહેવાસીનું કહેવું રોડની કામગીરીથી અમને ખુશી છે પરંતુ આ કામગીરી અત્યારસુધીમાં કેમ કરવામાં આવી છે તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠયા છે.
