પોરબંદર જીલ્લામાં અનેક આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. તો સરકાર દ્રારા બનાવવામાં આવેલી આંગણવાડીમાં ભ્રષ્ટ્રાચારનો એરૂ એભાડી ગયો છે. તેનુ જીવંત ઉદાહરણ પોરબંદર નજીકના દેહગામે જોવા મળ્યું.
દલિત વિસ્તારમાં આવેલી આંગણવાડીની હાલત જોઇને તમારી કંપારી છુટી જશે. અહીં કુમળા બાળકોને કાંકરા ઉપર બેસવુ પડે છે અને બારી બારણા પણ તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. રાજય સરકાર આંગણવાડીના કુપોષીત બાળકો અને શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે. તો બીજી તરફ આજે પણ અનેક વિસ્તારમાં આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.
તો સરકારે બનાવેલા આંગણવાડીના બિલ્ડીગમાં ટુક ગાળામાં કાંગરા ખરવા લાગ્યા છે. પોરબંદર થી આઠ કિમી દુર આવેલા દેહગામે દલિત વિસ્તારમાં વર્ષ 2007માં આંગણવાડીનો રૂમ બનાવવામાં આવ્યો હતો.
હાલ આ ઓરડાની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે. ત્યારે આ મામલે આ હાલત જોઇને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જલ્દીથી જલ્દી આ મામલે કોઇ પગલા લેવાય તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી છે..