Not Set/ પ્રિયાના આંખના ઈશારાનો ઉપયોગ વડોદરા પોલીસે કર્યો તો ખરો પણ પછી જે થયું તે વાંચશો તો ચોંકી જશો

વડોદરા, પોતાની એક આંખના ઈશારાના કારણે ટુંક જ સમયમાં નેશનલ ક્રેશ બની ગયેલી ૧૮ વર્ષીય મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વધુ એકવાર દેશભરમાં ધૂમ મચાવી રહી છે. પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી રહી હતી તે જ આંખના ઈશારાના કારણે આ અભિનેત્રી ચર્ચાનો વિષય બની […]

Gujarat
hhfhfh પ્રિયાના આંખના ઈશારાનો ઉપયોગ વડોદરા પોલીસે કર્યો તો ખરો પણ પછી જે થયું તે વાંચશો તો ચોંકી જશો

વડોદરા,

પોતાની એક આંખના ઈશારાના કારણે ટુંક જ સમયમાં નેશનલ ક્રેશ બની ગયેલી ૧૮ વર્ષીય મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વધુ એકવાર દેશભરમાં ધૂમ મચાવી રહી છે. પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી રહી હતી તે જ આંખના ઈશારાના કારણે આ અભિનેત્રી ચર્ચાનો વિષય બની છે. આ સમયે પ્રિયા પ્રકાશના આંખના ઈશારાને એક પોલીસ અભિયાન સાથે જોડવામાં આવ્યો છે.

હકીકતમાં, ગુજરાત રાજ્યની વડોદરા સીટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં સેફ ડ્રાઈવિંગ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ છે જેમાં એક આંખના ઈશારાના કારણે ધૂમ મચાવનાર પ્રિયા પ્રકાશના આ જ વિંક સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ દ્વારા પોતાના સેફ ડ્રાઈવિંગ કેમ્પેઇન અંગે એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મલયાલમ અભિનેત્રીના વિંક સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે અને ખૂબ ચર્ચાઈ રહ્યું છે. લોકો પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આ કેમ્પેઈનની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

વડોદરા પોલીસ દ્વારા આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે, “કોઈ પણ આશ્ચર્યજનક અને વિના કોઈ વિક્ષેપે કાળજીપૂર્વક ડ્રાઈવિંગ કરો, કારણ કે આંખના એક ઈશારા પર અકસ્માત થઇ શકે છે. ટ્રાફિક એક સંસ્કાર છે”.

ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલીવાર નથી કે જયારે પોલીસ દ્વારા જયારે કોઈ સેફ ડ્રાઈવિંગના કેમ્પેઈન માટે કોઈ ઈંટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા ફેસબુક અને ટવીટરના માધ્યમનો પણ એક ક્રીએટીવ આઈડિયા દ્વારા યંગ પ્રોફેશન સુધી પહોચવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પેઈન પહેલા પણ પોલીસ દ્વારા એક કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું કે જેમાં લખવામાં આવ્યું હતું કે, “જયારે તમે ડ્રાઈવ કરી રહ્યા છો અને ફોન પર વાતચીત કરી રહ્યા છો”  # લેટ્સ કેચ અપ.” એટલે કે તેને પોતાના કેમેરામાં કેદ કરવામાં આવે.

https://youtu.be/p6aV7ZwlLWg

મહત્વનું છે કે, પ્રિયા પ્રકાશ એ મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ગીત ‘Manikya Malaraya Poovi’ નો એક વિડીયો હતો. આ વિડીયો મલયાલમ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વાઈરલ થયો હતો અને સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી હતી.

priya feature 1 પ્રિયાના આંખના ઈશારાનો ઉપયોગ વડોદરા પોલીસે કર્યો તો ખરો પણ પછી જે થયું તે વાંચશો તો ચોંકી જશો

આ વિડીયો વાઈરલ થયા બાદ સર્ચ એન્જીન ગુગલમાં સૌથી વધુ સર્ચ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં મેસેન્જર ઈન્સ્ટાગ્રામમાં પણ પ્રિયા પ્રકાશના ૧ મિલિયનથી વધુ ફોલોઅર થયા હતા.