ગાંધીનગર,
છેલ્લા છ મહિનાથી રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે અટકાવામાં આવેલા IPS ઓફિસરોના પ્રમોશનને અંતે સરકાર દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા અંતે શુક્રવારે વર્ષ ૧૯૯૩ની કેડર બેચના ચાર IPS અને ૨૦૦૦ની કેડર બેચના ત્રણ IPS એમ કુલ સાત અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૦૫ કેડર બેચના ૬ IPS અધિકારીઓને સિલેકશન ગ્રેડ આપવામાં આવી છે.
આ સાત IPS અધિકારીઓમાંથી ૧૯૯૩ની કેડર બેચના ચાર IPS અધિકારી જી એસ મલિક, હસમુખ પટેલ, નિરજા ગોત્રુ રાવ, જે કે ભટ્ટને ઇન્સ્પેકટર જનરલ (IG) તરીકે બઢતી અપાઈ છે.
જયારે ૨૦૦૦ની કેડર બેચના IPS વી. ચંદ્રશેખર, નિપુણા તોરવણે, એમ એચ અનારવાલા અને ડી બી વાઘેલાને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)નું પ્રમોશન આપવામાં આવ્યું છે.
૨૦૦૫ કેડર બેચના ૬ IPS અધિકારીઓને સિલેકશન ગ્રેડ આપવામાં આવી છે એમાં હિમાંશુ શુક્લ, મનિન્દર પ્રતાપસિંહ, રાઘવેન્દ્ર વત્સ, એમ એસ ભરડા, એચ આર ચૌધરી અને પ્રેમવીર સિંહનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, આ તમામ IPS અધિકારીઓને ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પ્રમોશન આપવાનું હતું, પરંતુ આ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચાલી રહેલી રાજકારણની ઉથલપાથલને લઇ શુક્રવારે ૬ મહિના બાદ બઢતી આપવામાં આવી રહ્યું છે.